૨૫માં રજત-જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સ્થાપિત કાયમી રાહત ફંડ
શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ-ચરખા માં અભ્યાસ કરતા ગ્રામ્ય કક્ષાના બાળકોને ટેક્નોલોજીના યુગમાં સારો અભ્યાસ અને સારી સુવિધા ઉપલ્ભધ કરી શકાય તથા આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે જરૂરી નોટ-બુક્સ અને પુસ્તકો રાહતદરે ઉપલબ્ધ કરાવી શકાય તેમજ તેમની ફીસમાં રાહત આપી શકાય તેવા હેતુસર 'જ્ઞાનદિપ એજ્યુકેશન ટ્રસ્ટ - ચરખા' દ્વારા શાળાના '૨૫માં રજત-જયંતિ વર્ષની ઉજવણી' નિમિત્તે 'વિદ્યા સહાયક ફંડ' ઉભું કરવાનું નક્કી કરેલ છે.
સંસ્થાને મળેલ આવી દાનની કુલ રકમ "વિદ્યા સહાયક ફંડ" તરીકે કાયમી ધોરણે બેંક ડિપોઝીટ તરીકે રાખી, તેના મળવાપાત્ર વાર્ષિક વ્યાજની રકમમાંથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ની વિદ્યાસહાય માટે વાપરી શકાશે.
શાળામાં ભણતા ગ્રામ્યકક્ષા ના નબળા બાળકોને તેમની આર્થિક પરિસ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી કુલ વાર્ષિક ફીસની 50% રકમની મર્યાદા માં જ રાહત આપી શકશે.
ટ્રસ્ટ દ્વારા આપના દાનની અધિકૃત રસીદ (Donation Receipt) ઇન્કમટેક્ષ કલમ 80-G માન્યતા નંબર સાથે તાત્કાલિક આપવામાં આવશે.
સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ 'વિદ્યા સહાયક ફંડ' માં શાળાને ડોનેશન આપવા માગતા હોય, તો તે તેમની નામ, સરનામા અને આપેલ ડોનેશનની વિગત નિયત ફોર્મમાં ભરી શાળા ટ્રસ્ટના SBI Bank, Babra, Amreli ના બેંક એકાઉન્ટમાં ડોનેશનના નાણાં સીધા બેંકથી અથવા On-Line UPI થી જમા કરવાના રહેશે.
આપે બેંક અથવા UPI દ્વારા મોકલેલ દાનની વિગતો અહીં ભરી આપની 80(G) માન્ય પાવતી મેળવી શકો છો.
જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર આપના આ અમૂલ્ય સહયોગ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
ગામ: ચરખા, તા. બાબરા, જી. અમરેલી • ૨૫ માં રજત જયંતી વર્ષ મહોત્સવ
વિદ્યા સહાયક ફંડ - દાન પહોંચ (DONATION RECEIPT)દાતાશ્રીનું નામ: —
સરનામું: —
મૂળ વતન: — | મોબાઈલ નં.: —
વિદ્યા સહાયક ફંડ રકમ: ₹ 0.00
ટ્રસ્ટ સામાન્ય દાન રકમ: ₹ 0.00
કુલ દાન રકમ: ₹ 0.00 (રૂપિયા પૂરા)
પેમેન્ટ માધ્યમ: SBI Bank Transfer | ટ્રાન્ઝેક્શન / UTR: Direct
* આવકવેરા મુક્તિ: Income-Tax Act ની કલમ 80-G હેઠળ 50% કર મુક્તિ મળવાપાત્ર છે.
* સંકલ્પ: આ દાનની રકમ કાયમી બેંક ફિક્સ ડિપોઝીટ તરીકે રાખી, તેના વાર્ષિક વ્યાજમાંથી ગરીબ/જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ૫૦% શાળા ફી માફી માટે ઉપયોગ થશે.