શાળાનો વિગતવાર પરિચય અને ઐતિહાસિક પ્રવાસ
શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકુલ - ચરખા (તા. બાબરા, જી. અમરેલી)
ગામ ચરખા : રળિયામણું વાતાવરણ અને ઉચ્ચ હેપીનેસ ઇન્ડેક્સ
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાનું ચરખા — એક નાનુ પણ રળિયામણુ ગામ, જેનો હેપીનેસ ઇન્ડેક્ષ હંમેશા ઊંચો રહે છે. તેનું ગ્રામ્ય જીવન હંમેશા ધબકતુ રહેતુ એવુ આ ચરખા ગામ કે જે નામથી પણ રાષ્ટ્રીય સ્વતંત્રતાના પ્રતિક સાથે સંકળાયેલ છે.
ગામની બીજી વિશેષતા તેનુ આબોહવા અને ખુશનુમાં વાતાવરણ પરિણામે ગામમાં ભર ઉનાળે પણ સાંજે ૫:૦૦ વાગતા એક બાજુ સુર્ય અસ્ત થતો હોય અને બીજી બાજુ મનને તર વળે તેવા ઠંડા પવન દરિયાની સપાટી ઉપરથી સીધા આવતા હોય આવા આહલાદક અને ખુશનુમા વાતાવરણ માટે ગામ ચરખાની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે, તેનું મુખ્ય કારણ બહુ ઓછાને ખબર હશે કે આપણુ ગામ ચરખા એ સમુદ્રની સપાટીથી સમગ્ર સૌરાષ્ટ્રના એક માત્ર અને આધ્યાત્મિક પહાડ એવા ગીરનારની સમકક્ષ સરખામણી કરીએ તો સમુદ્રની સપાટીથી ૫૪૦ ફુટ ઊંચાઇએ આવેલ છે.
ભૌગોલિક ઊંચાઈ (૫૪૦ ફૂટ)
સમુદ્રની સપાટીથી ૫૪૦ ફૂટ ઊંચાઈ (ગિરનાર પહાડ સમકક્ષ)
આહલાદક અને ખુશનુમા આબોહવા
ગામની બીજી વિશેષતા તેનું આબોહવા અને ખુશનુમા વાતાવરણ. ગામમાં ભર ઉનાળે પણ સાંજે ૫:૦૦ વાગ્યે એક બાજુ સૂર્ય અસ્ત થતો હોય અને બીજી બાજુ મનને તર વળે તેવા ઠંડા પવન દરિયાની સપાટી ઉપરથી સીધા આવતા હોય તેવું આહલાદક વાતાવરણ સર્જાય છે.
આઝાદી પૂર્વે અને સને ૨૦૦૦ ની પરિસ્થિતિ
સને ૨૦૦૦ ની આસપાસ ગામ ચરખા સંપુર્ણ ખેતી આધારીત ગામ હતુ આઝાદી પહેલા રજવાડા અસ્તિત્વમાં હતા ત્યારે આ ગામ ઝાલાવાડ ના દરબારી સ્ટેટમાં આવેલ હોય શિક્ષણ અને કેળવણીમાં પછાત રહી ગયેલ. પરિણામે ગામ ચરખા અને આસપાસના ગામોમાં માત્ર સરકારી શાળા જ અસ્તિત્વ ધરાવતી જયાં બાલમંદિર, ધો-૧ થી ધો.૭ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ હતું. તેમાં પણ શિક્ષકોની ઘટ અને શૈક્ષણિક સુવિધાની ઉણપને કારણે શિક્ષણ ખુબ નબળું રહી જવા પામેલ. મોટા ભાગના અભ્યાસ કરતા બાળકો ભણવામાં અધવચ્ચેથી ઉઠી જતા અને બાકીના ધો-૭ પાસ કર્યા પછી અભ્યાસ છોડી દેતા. ધો.૭ પછીનું શિક્ષણ મેળવવા ગામ બહાર તાલુકા કક્ષાએ બાબરા જવાનુ હોય દીકરીઓને તો ભણાવતા જ નહી.
આમ ગામ ચરખા અને આસપાસના ગામો માં ધો-૭ પછીનું શિક્ષણ ઘર આંગણે મળી રહે અને કે.જી.થી ધો-૭ સુધીનુ ગુણવત્તાયુકત શિક્ષણ અને સારી શૈક્ષણિક સુવિધા મળી રહે તે માટે ગામ ચરખામાં એક આદર્શ શાળાની જરૂરીયાત જણાતા સને ૨૦૦૧ માં ગામ ચરખામાં ગ્રામજનો ધ્વારા ગામનું જ સાર્વજનિક ટ્રસ્ટ બનાવી એક આદર્શ શાળા શરૂ કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.
જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ ચરખાનો ઉદય
શરૂઆતમાં બાલમંદિર, ધો-૧ થી ધો-૪ સુધીની સુવિધા સાથેની શાળા ગામમાં જ એક મકાન ભાડે રાખી શરૂ કરવામાં આવી. ત્યારબાદ ગામ ચરખા અને આસપાસના ગામોના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવ્યાબાદ ધો-૫ થી ધો-૧૦ અને ત્યારબાદ ધો-૧૨ સુધીનું કેળવણી યુકત સારુ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુને લઈને એક આદર્શ સુવિધા યુકત નવી શાળા શરૂ કરવાની જરૂરીયાત ઉભી થઈ.
ગામ ચરખાના મુળ વતની અને ગામમાં જ જન્મીને ગામમાં જ મોટા થયેલ એવા અને આઝાદી પહેલા સને ૧૯૩૫ માં અમદાવાદ જેવા શહેરમાં જઈ ઠરીઠામ થયેલ એવા શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડીયા સને ૨૦૦૨ માં અવસાન થતા તેમની પ્રેરણાથી ગામ ચરખામાં પીપળ તળાવને કાંઠે શાળાના ટ્રસ્ટના નામે નવી જગ્યા ખરીદી ગામ ચરખા પરિવારના સહયોગથી શિક્ષણક્ષેત્રે જરૂરી એવી તમામ અદ્યતન સુવિધા સાથે કે.જી. ધો-૧ થી ધો-૧૦ સુધીની માધ્યમિક શિક્ષણ આપતી શાળા શરૂ કરવામાં આવી.
આ પ્રસંગે શાળાના નિર્માણ અને જરૂરી શૈક્ષણિક સુવિધા ઉભી કરવા જેમનો મહત્વનો ફાળો રહેલ છે. એવા ગામ બાઢડાના વતની અને સુરત ખાતે ડાયમન્ડના વ્યવસાય સાથે સંકળાયેલ પાટીદાર સમાજના શ્રેષ્ઠી શ્રી ધીરુભાઈ મોહનભાઈ વિરાણીએ શાળાની જમીન ઉપલબ્ધ કરાવવા આપેલ વિશેષ નાણાંકીય યોગદાન ની તથા શાળા ઉભી થવાથી લઈને શૈક્ષણિકક્ષેત્રે જરૂરી એવી ફર્નિચરથી માંડીને શાળા સંકુલના બાંધકામ સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં જેમનુ વિશેષ આર્થિક યોગદાન રહેલ અને આજે વર્તમાન સમયમાં પણ તેમનું વિશેષ આર્થિક યોગદાન અવિરત ચાલુ રહેલ છે તેવા મુળ ગામ ચરખાના વતની શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડિયા પરિવાર- અમદાવાદના મોભી એવા બંધુ બેલડી શ્રી ભરતભાઈ હરજીભાઈ પટેલ (રાદડિયા) અને શ્રી પ્રવિણભાઈ હરજીભાઈ પટેલ (રાદડિયા) જેમનો જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહેલ છે એવા દાતાશ્રીઓની આ પ્રસંગે વિશેષ નોંધ લેવી રહે. સાથે સાથે શાળાના મકાન નિર્માણમાં લીધેલ પ્લોટમાં વધારાની જમીનની જરૂરીયાત ઉભી થતા ગામ ચરખાના શ્રેષ્ઠી શ્રી પુરષોત્તમભાઈ ગાંડાભાઈ રાબોલિયાએ તેમની માલિકીની જમીનમાંથી શાળાની વધારાની જરૂરીયાત જેટલી જમીનનો ટુકડો વિના મુલ્યે વાપરવા કાઢી આપતા આ પ્રસંગે તેમની પણ નોંધ લેવી ઘટે.
ત્યારબાદ શાળામાં ધો-૧૦ પછી ધો-૧૧ અને ધો-૧૨ સુધીનું શિક્ષણ આપવા ઉચ્ચતર માધ્યમિક શાળાની જરુરીયાત ઉભી થતા જરુરી મંજુરી લઇ સને ૨૦૦૮ માં શરૂ કરવામાં આવી. આ માટે ગામ ચરખાના પડોશી ગામ એવા ઊંટવડ ગામના શ્રેષ્ઠી કે જે હાલમાં સુરતમાં ડાયમંડથી માંડી વિવિધ ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલ છે અને ‘‘બોસ’’ ના હુલામણા નામથી પ્રચલિત છે એવા મહાનુભાવ શ્રી વલ્લભભાઈ જેરામભાઈ ધોળકિયાનો શાળાના ટ્રસ્ટને મહત્વપુર્ણ નાણાંકીય સહયોગ સાંપડયો.
તેઓશ્રીના માતૃશ્રી સ્વ. દિવાળીબેન જેરામભાઈ ધોળકિયા ના સમરણાર્થે સાંપડેલ સહયોગને કારણે ગામ ચરખામાં ધો-૧૧ અને ધો-૧૨ ની ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધા શરુ થઈ શકેલ જેને કારણે આજે સને ૨૦૦૬ ના વર્ષથી ગામ ચરખા તથા તેની આસપાસના ૧૪ ગામના સર્વે જ્ઞાતિના દિકરા દિકરીઓ લાભ લઈ રહેલ છે.
આપણી શાળાને ૨૫ વર્ષ પૂર્ણ થતા સને ૨૦૨૬ ના વર્ષને ‘‘સિલ્વર જ્યુબિલિ વર્ષ’’ તરીકે ઉજવણી કરી રહેલ છે તે અવસરે શાળા શરૂ થયેથી આજ દીન સુધી શાળાના વિકાસમાં સહભાગી થનાર અમારા તમામ માનવંતા દાતાશ્રીઓ HOF Furniture System (P) Ltd. અમદાવાદના ચેરમેન શ્રી પ્રવિણભાઇ હરજીભાઇ પટેલ (રાદડિયા) તથા JHRA FOUNDATION અમદાવાદના ચેરમેન શ્રી ભરતભાઇ હરજીભાઇ પટેલ (રાદડિયા) સમસ્ત ગામ ચરખા પરિવાર શાળાના શિક્ષણ સાથે સંકળાયેલ અમારા સર્વે શિક્ષક ગણ, અમારા શિક્ષણ કાર્યમાં નોંધપાત્ર મદદરૂપ થયેલ અને હંમેશા મદદરૂપ થવા તત્પર એવા અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શાળા ટ્રસ્ટ સાથે સંકળાયેલ અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓને આ પ્રસંગે ખાસ યાદ કરી તેમની સેવા અને સમર્પણને બિરદાવીએ.
શાળા ટ્રસ્ટને ઉભુ કરવાથી લઈને ટ્રસ્ટની નોંધણી કરવી, ટ્રસ્ટના હિસાબો લખવા, પ્રતિ વર્ષે કાયદા પ્રમાણે ઓડીટ કરાવવા, ઈન્કમટેક્ષના રીટર્ન ભરવા, સરકારશ્રી ના ચેરીટી ટ્રસ્ટ ના કાયદાનું પાલન કરાવવાનું સરકારશ્રીના શિક્ષણ વિભાગના શાળા સંચાલનના નિયમોનું પાલન કરાવવાનું વગેરે જેવા જવાબદારીવાળા કાર્યો સાથે વગર વેતને છેલ્લા ૨૫ વર્ષથી ટ્રસ્ટ ઉભુ થયું ત્યારથી આજ દિન સુધી ટ્રસ્ટ સાથે સંકળાયેલ અને જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી એવા ગામ ચરખાના શ્રી વલ્લભભાઈ સવજીભાઈ ભાયાણીને આ પ્રસંગે વિશેષ નોંધ લઇ બિરદાવા રહે. શાળા ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીશ્રીઓ શ્રી અશોકભાઈ નારણભાઈ રાબોડિયા તથા શ્રી ગોપાલભાઈ લાધાભાઈ શિયાણી તથા દિવંગત ટ્રસ્ટી શ્રી અરજણભાઈ હરિભાઈ ભિમાણીનું પણ મહત્વપુર્ણ યોગદાન રહેલ છે.
સરકાર માન્ય ૩ શૈક્ષણિક વિભાગો
શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકુલ-ચરખાના નેજા હેઠળ કાર્યરત સરકાર માન્ય શાળાઓ.
આદર્શ પ્રાથમિક શાળા
કે.જી. તથા ધોરણ ૧ થી ૭પ્રાથમિક શિક્ષણ અને પાયાના સંસ્કાર સિંચન માટે સરકાર માન્ય આદર્શ પ્રાથમિક વિભાગ.
શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડિયા માધ્યમિક શાળા
ધોરણ ૮ થી ૧૦માધ્યમિક શિક્ષણ, ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ્સ અને કમ્પ્યુટર લેબ સજ્જ માધ્યમિક વિભાગ.
સ્વ. દિવાળીબેન જે. ધોળકિયા ઉચ્ચતર માધ્યમિક શાળા
ધોરણ ૧૧ અને ૧૨ (આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ)બોર્ડ પરીક્ષામાં ૧૦૦% પરિણામ હાસલ કરતો ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વિભાગ.
શાળા સંકુલની ૧૯ વિશેષ અદ્યતન સુવિધાઓ
છેલ્લા ૨૫ વર્ષમાં તબક્કાવાર ઉભી કરવામાં આવેલ વિદ્યાર્થી ઉપયોગી ૧૯ ઉત્કૃષ્ટ શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ.
વિવિધ રમત-ગમતના વિશાળ મેદાનો
શ્રી મોહનભાઈ રાઘવભાઈ કાકડિયા સાઉન્ડ પ્રુફ સભાગૃહ
નાના ભૂલકાઓ માટે મીની સ્વિમિંગપુલ
અદ્યતન કિચન (રસોડું - પાકશાસ્ત્ર શિક્ષણ)
અદ્યતન પોષણયુક્ત કેન્ટીન
બાળ બચત બેંક
સસલા અને પક્ષીઘર (પ્રાણીપ્રેમ)
પ્રકૃતિના ખોળે "ઇકો ક્લાસ"
બાળવાટિકા અને કે.જી. બોલતી દિવાલો
ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દિન વિશેષ ઉજવણી
શ્રીમતી શાંતાબેન લાભુભાઈ રાદડિયા કૌશલ્ય તાલીમ કેન્દ્ર
અદ્યતન આચાર્યશ્રીનું કાર્યાલય
દરેક વર્ગખંડમાં સી.સી.ટીવી કેમેરા
ઠંડા પીવાના પાણી & વોશરૂમ સુવિધા
વિશાળ ખુલ્લું સ્ટેજ અને કાયમી લાઈટીંગ
જહરા બાળ બચત બેંક (ગુજરાતમાં ૨જો નંબર)
ઇન્ડોર ગેમ્સ જીમખાના રૂમ
અદ્યતન લાઈબ્રેરી (સમૃદ્ધ પુસ્તકાલય)
કિડ્સ પ્લે ગાર્ડન
શોભાબેન વી. ભાયાણી
ઉપાચાર્યશ્રીશ્રીમતી. જે. એચ. રાદડીયા શૈક્ષણિક સંકુલ - ચરખા
“શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પણ જીવન ઘડતર અને સંસ્કારની પવિત્ર સરવાણી છે.”
અમારી સંસ્થામાં ગ્રામીણ વિસ્તારના પ્રત્યેક બાળકને ઉચ્ચ ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ, સ્માર્ટ ટેક્નોલોજી અને મૂલ્યનિષ્ઠ ભારતીય સંસ્કારો મળી રહે તે માટે સમગ્ર શિક્ષકગણ કટિબદ્ધ છે. ૨૫ વર્ષના આ ગૌરવશાળી રજત જયંતી પર્વે અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નશીલ છીએ.
અમારા પરમ આદરણીય દાતાશ્રીઓ અને ટ્રસ્ટીઓ
શાળા સંકુલના નિર્માણ અને ૨૫ વર્ષની યશસ્વી કેળવણી યાત્રામાં જેઓનો મુખ્ય આધારસ્તંભ યોગદાન રહેલ છે.
શ્રી પ્રવીણભાઈ હરજીભાઈ પટેલ (રાદડિયા)
HOF Furniture System (P) Ltd. અમદાવાદશ્રી ભરતભાઈ હરજીભાઈ પટેલ (રાદડિયા)
JHRA FOUNDATION અમદાવાદશ્રી ધીરુભાઈ મોહનભાઈ વિરાણી
ગામ બાઢડા (સુરત ડાયમંડ વ્યવસાય)શ્રી પુરષોત્તમભાઈ ગંડાભાઈ રાપોલિયા
ગામ ચરખા શ્રેષ્ઠીશ્રી વલ્લભભાઈ જેરામભાઈ ધોળકિયા ("બોસ")
ગામ ઊંટવડ (સુરત ડાયમંડ વ્યવસાય)ટ્રસ્ટી મંડળ & વહીવટી સેવા
શ્રી વલ્લભભાઈ સવજીભાઈ ભાયાણી
મંત્રીશ્રી • જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ ચરખાશ્રી અશોકભાઈ નારણભાઈ રાખોડિયા
ટ્રસ્ટીશ્રીશ્રી ગોપાલભાઈ લાધાભાઈ શિયાણી
ટ્રસ્ટીશ્રીદિવંગત શ્રી અરજણભાઈ હરિભાઈ ભિમાણી
દિવંગત ટ્રસ્ટીશ્રીગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ૧૦૦% પરિણામ & તાલુકા પ્રથમ રેકોર્ડ
અદ્યતન ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર (Industrial Training)
આમ, ભવિષ્યમાં પણ શાળામાં અભ્યાસ કરતા ગ્રામ્ય કક્ષાના બાળકો ગુણવત્તાયુકત શિક્ષણ મેળવવાની સાથે સાથે પરિણામલક્ષી કૌશલ્ય હાસલ કરી તેમનુ જીવન ઘડતર થાય તેવા સતત પ્રયાસ શાળા ના ટ્રસ્ટીશ્રીઓ તથા શાળા શિક્ષક પરિવાર દ્વારા થતા રહેશે તેવી ખાત્રી આપીએ છીએ. આ માટે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીગણ ધ્વારા સહકાર મળતો રહેશે તેવી આશા છે.