🪔 શુભ દીપાવલી & નૂતન વર્ષાભિનંદન • ૨૫ વર્ષ રજત જયંતી સ્નેહમિલન મહોત્સવ • ચરખા 🪔
રજત જયંતી પ્રતીક
શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ ૨૦૦૧ • રજત જયંતી • ૨૦૨૬
ॐ || સા વિદ્યા યા વિમુક્તયે || • સ્થાપના ૨૦૦૧

શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ

celebration ૨૫ વર્ષની અવિરત જ્ઞાનયાત્રા • ભવ્ય રજત જયંતી મહોત્સવ (૨૦૦૧ - ૨૦૨૬)

સંસ્કાર, શિક્ષણ અને સમર્પણના પવિત્ર ત્રિવેણી સંગમ સમાન અમારી સંસ્થાના ગૌરવશાળી ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આપ સર્વે સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે.

event તા. ૧૩ મી નવેમ્બર, ૨૦૨૬ ને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે location_on મુખ્ય સંકુલ, ચરખા, તા. બાબરા, જી. અમરેલી
શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડીયા શૈક્ષણિક સંકુલ - ૨૫ વર્ષ રજત જયંતી
ક્લિક કરી વિગતો જુઓ ✨
શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ ભવન
અમારું સંકુલ દર્શન

શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ - મુખ્ય શૈક્ષણિક પરિસર

આધુનિક વર્ગખંડો, વિશાળ રમતનું મેદાન, સમૃદ્ધ પ્રયોગશાળાઓ અને સંસ્કારમય વાતાવરણ

卐

॥ શ્રી ગણેશાય નમઃ ॥

✨ માં સરસ્વતી નમસ્તુભ્યં ✨
✦ ❖ ✦
🪔 જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ - ચરખા સંચાલિત 🪔

શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકુલ - ચરખા

પચ્ચીસ વર્ષ જ્ઞાનના.... સંસ્કારના.... સફળતાના....

આમંત્રણ-પત્રિકા

શાળાનો રજતજયંતિ મહોત્સવ તથા સ્નેહમિલન સમારોહ

પ્રિય સ્નેહીશ્રી / આદરણીય દાતાશ્રી / પૂર્વ વિદ્યાર્થી મિત્રો / સમાજના અગ્રણીઓ,

ચરખાની પાવન ધરતી ઉપર ૨૦૦૧માં પ્રાગટેલા જ્ઞાનદીપ આજે ૨૫ વર્ષની ઉજ્જવળ સફર પૂર્ણ કરી રજત જયંતિના ગૌરવમય પડાવ ઉપર આવી પહોંચ્યો છે.
આ ગૌરવપૂર્ણ અવસરે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવા, સંસ્થાના વિકાસમાં યોગદાન આપનાર દાતાશ્રીઓ, શિક્ષકગણ, વાલીઓ અને શુભેચ્છકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના દિવ્ય હેતુ સાથે કાયમી સ્મૃતિરૂપે પચ્ચીસ વર્ષના આ સ્મરણયાત્રાને શબ્દોમાં સંગઠિત કરતી સુંદર સ્મરણિકાનું પણ વિમોચન કરવામાં આવશે.

ચરખા તેમજ તેની આસપાસના ગામોના અનેક વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપી તેમની પ્રતિભાને પોષી અને તેમને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ વિવિધ ક્ષેત્રોમાં સફળતાની દિશામાં દોરીજનાર આ સંસ્થા આજે પોતાની ૨૫ વર્ષની શૈક્ષણિક સેવાયાત્રાની ઉજવણી કરી રહી છે.

આ પચ્ચીસ વર્ષ માત્ર સમયગણના પાના નથી, પરંતુ અસંખ્ય બાળ સ્વપ્નોને પાંખ આપવાની કથા છે. જ્ઞાનના અજવાળાથી જીવનને ઉજ્જવળ બનાવવાની ગાથા છે. સંસ્કારોથી વ્યક્તિત્વ ઘડવાની સાધના છે અને શિક્ષણ દ્વારા સમાજના રાષ્ટ્રપ્રવાહી ભવિષ્યનું નિર્માણ કરવાની યાત્રા છે.
આ ઐતિહાસિક પ્રસંગે આપ પધારી જ્ઞાનદીપને શોભાવશો એ જ હાર્દિક નિમંત્રણ છે.

આમંત્રણ ફક્ત આમંત્રિત મહેમાન અને શાળા ના ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ ના ભણીને વિદાય લીધેલ ભૂતપૂર્વ વિધાર્થી માટે જ છે.

🍽️ કાર્યક્રમને અંતે ભોજન સાથે લઈશું.

સમારંભના મુખ્ય મહેમાન

શ્રીમતી રીવાબા જાડેજા

માનનીય શિક્ષણ મંત્રીશ્રી (રાજ્યકક્ષા) - ગુજરાત સરકાર

સમારંભના ઉદ્ઘાટકશ્રી

શ્રી કૌશિકભાઈ વેકરીયા

માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી
(કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો) - ગુજરાત સરકાર

અતિથિ વિશેષ
શ્રી ભરતભાઈ સુતરીયા

માનનીય સંસદ સભ્યશ્રી, અમરેલી

શ્રી જનકભાઈ તળાવિયા

માનનીય ધારાસભ્યશ્રી, ગુજરાત રાજ્ય

શ્રી સંજય ખરાત, I.P.S.

જીલ્લા પોલીસ વડા, અમરેલી.

શ્રી રવજીભાઈ પી. વસાણી

અગ્રણીય બિલ્ડર, વસાણી ગ્રુપ, અમદાવાદ.

શ્રી વલ્લભભાઈ જે. ધોળકિયા (સુરત)

અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ શ્રેષ્ઠી, સુરત.

શ્રી ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્તાપરા

સરદારપ્રેમી, સામાજીક કાર્યકર અને જાણીતા ઉદ્યોગપતિ, સુરત

શ્રીમતી દક્ષાબેન ડી. ચોડવડીયા

પ્રમુખશ્રી જીલ્લા પંચાયત, અમરેલી

event
:: કાર્યક્રમ ::
શુભ મુહૂર્ત
calendar_month
તા. ૧૩ મી નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર સવારે : ૮:3૦ કલાકે શાળાના પટાંગણમાં (તા. ૧૩ મી નવેમ્બર, ૨૦૨૬ ને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે)
location_on
॥ નિમંત્રક ॥ & સ્થળ
ચરખા

શ્રીમતી જે.એચ. રાદડિયા, શૈક્ષણિક સંકુલ - ચરખાનું પટાંગણ

ગામ: ચરખા, તાલુકો: બાબરા, જીલ્લો: અમરેલી.

📞 (મો) ૯૮૨૫૫ ૯૫૨૩૧

તમામ સ્નેહીજનો, વાલીઓ અને મહેમાનો માટે ભોજન-પ્રસાદ તથા સુખરૂપ બેઠક વ્યવસ્થા રાખેલ છે.

✦ નિમંત્રક • જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ - ચરખા ✦
૧
શ્રી ભરતભાઈ એચ. પટેલ (રાદડિયા)
શ્રી ભરતભાઈ એચ. પટેલ (રાદડિયા)
પ્રમુખશ્રી
૨
શ્રી અશોકભાઈ એન. રાખેલિયા
શ્રી અશોકભાઈ એન. રાખેલિયા
ઉપ-પ્રમુખશ્રી
૩
શ્રી વલ્લભભાઈ ભાયાણી
શ્રી વલ્લભભાઈ ભાયાણી
ખજાનચીશ્રી
સત્તાવાર આમંત્રણ કાર્ડ (૫ પાનાં)

📜 મૂળ આમંત્રણ પત્રિકા જુઓ અને ડાઉનલોડ કરો

download PDF ડાઉનલોડ કરો
પાનું ૧ : મુખ્ય આમંત્રણ કવર
zoom_in જુઓ
પાનું ૧ : મુખ્ય આમંત્રણ કવર
પાનું ૨ : સંકુલ દર્શન કવર
zoom_in જુઓ
પાનું ૨ : સંકુલ દર્શન કવર
પાનું ૩ : હાર્દિક નિમંત્રણ સંદેશ
zoom_in જુઓ
પાનું ૩ : હાર્દિક નિમંત્રણ સંદેશ
પાનું ૪ : મુખ્ય મહેમાન & અતિથિ વિશેષ
zoom_in જુઓ
પાનું ૪ : મુખ્ય મહેમાન & અતિથિ વિશેષ
પાનું ૫ : મુખ્ય સુવિધાઓની ઝલક
zoom_in જુઓ
પાનું ૫ : મુખ્ય સુવિધાઓની ઝલક
event_available એક દિવસીય ભવ્ય મહોત્સવ • શુક્રવાર

રજત જયંતી મહોત્સવ : વિશેષ કાર્યક્રમ સમયપત્રક

શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલના ૨૫ વર્ષના ઉત્સવ નિમિત્તે તા. ૧૩ મી નવેમ્બર, ૨૦૨૬ ને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે યોજાનાર ભવ્ય કાર્યક્રમની રૂપરેખા.

celebration દિવસ - 1 ✨ મુખ્ય રજત જયંતી સમારોહ ✨

રજત જયંતિ મહોત્સવ

calendar_today
શુભ તારીખ 13 નવેમ્બર ૨૦૨૬
schedule
સમારોહ સમય સવારે ૮:૩૦ કલાકે
location_on
સમારોહ સ્થળ વિશાળ શાળા મેદાન
verified
વિશેષ નોંધ પરંપરાગત પરિધાન

કાર્યક્રમની મુખ્ય રૂપરેખા અને આકર્ષણો

૧
તા. ૧૩મી નવેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ રજત જયંતિ મહોત્સવના દિવસે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
૨
સવારના સત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો, પ્રતિભા પ્રદર્શન તથા વિશેષ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વિવિધ પ્રતિભાઓને ઉજાગર કરવામાં આવશે.
૩
સાંજના સત્રમાં રજત જયંતિ મહોત્સવના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે મહેમાનો, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળાના પરિવારજનોની ઉપસ્થિતિમાં ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ સફરની યાદોને ઉજવવામાં આવશે અને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
✦ 🪔 ✦
“૨૫ વર્ષની યાદો, સિદ્ધિઓની ઉજવણી અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે રજત જયંતિ મહોત્સવનું ગૌરવપૂર્ણ સમાપન.”
place

મહોત્સવનું સ્થળ અને વ્યવસ્થા

શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ કેમ્પસ, ચરખા, તા. બાબરા, જી. અમરેલી. તમામ સ્નેહીજનો માટે ભોજન અને બેઠક વ્યવસ્થા રાખેલ છે.

mark_email_unread આમંત્રણ પત્રિકા જુઓ
ગૌરવશાળી ઇતિહાસ

અમારો પ્રવાસ : ૨૫ વર્ષના સીમાચિહ્નો

૨૦૦૧ ના નમ્ર પ્રારંભથી માંડીને આજના અદ્યતન હાઇટેક સંકુલ સુધીની પ્રેરણાદાયી શિક્ષણ સફર.

સ્થાપના વર્ષ • ૨૦૦૧

શ્રીમતી જે. એચ. રાદડિયા સ્કૂલનો પાયો

ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉત્તમ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળી રહે તેવા શુભ સંકલ્પ સાથે માત્ર ૧૨૦ વિદ્યાર્થીઓથી શાળાનો શુભારંભ થયો.
ઐતિહાસિક નોંધ "શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પણ જીવન ઘડતરનું પવિત્ર યજ્ઞકર્મ છે."
વિસ્તરણ તબક્કો • ૨૦૦૯

આધુનિક ભવન અને કમ્પ્યુટર લેબ

આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓમાં વ્યવહારુ જ્ઞાન, સર્જનાત્મક વિચારશક્તિ અને વ્યાવસાયિક કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી આધુનિક સુવિધાઓથી સુસજ્જ શૈક્ષણિક સાધનો અને અભ્યાસ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
શૈક્ષણિક પ્રગતિ વિદ્યાર્થીઓ ની બોર્ડ પરીક્ષાઓમાં ૧૦૦% પરિણામની અવિરત પરંપરા.
રમતગમત અને કલા • ૨૦૧૭

રમતગમત સંકુલ અને ભવ્ય ઓડિટોરિયમ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ વોલીબોલ, ખો-ખો અને કબડ્ડી જેવી વિવિધ રમતો માટે સુવિધાયુક્ત મેદાનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
રાજ્ય કક્ષાએ ગૌરવ ખેલ મહાકુંભમાં શાળાની ટીમે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું.
ઐતિહાસિક પળ • ૨૦૨૬

ભવ્ય રજત જયંતી મહોત્સવ & સ્માર્ટ કેમ્પસ

સ્માર્ટ ક્લાસરૂમના નિર્માણ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સહયોગ માટે.
workspace_premium
આજનો સંકલ્પ ૨૦૨૬ સુધીના ૨૫ વર્ષના પરિશ્રમ બાદ આગામી ૨૫ વર્ષમાં વૈશ્વિક સ્તરની ગુણવત્તા સાથે સંસ્કારસિંચન કરવાનો દ્રઢ નિર્ધાર.
યાદોનો મધુર સંગ્રહ

શાળા સંસ્મરણો : સુવર્ણ ક્ષણોની ઝાંખી

શ્રી ભરતભાઈ પટેલ (રાદડિયા)

શ્રી ભરતભાઈ પટેલ (રાદડિયા)

મુખ્ય પ્રબંધક ટ્રસ્ટીશ્રી • શ્રીમતી જે. એચ. રાદડિયા એજ્યુકેશન ટ્રસ્ટ
verified સંસ્થાપક ટ્રસ્ટી (૨૦૦૧ થી અવિરત સેવા)
auto_stories શુભેચ્છા સંદેશ • રજત જયંતી પર્વ
“૨૫ વર્ષ પૂર્વે વાવેલું જ્ઞાનનું બીજ આજે વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ ચારિત્ર્ય અને રાષ્ટ્રનિર્માણના ફળ આપી રહ્યું છે.”
પરમ પૂજ્ય વડીલો અને સ્નેહી વાલીગણ, ૨૦૦૧ ના વર્ષમાં જ્યારે અમે શ્રીમતી જે. એચ. રાદડિયા સ્કૂલની સ્થાપના કરી, ત્યારે અમારો એકમાત્ર ધ્યેય હતો કે અમારા વિસ્તારના દરેક બાળકને ઉચ્ચતમ ગુણવત્તાવાળું શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંસ્કારો સાંપડે.
આજે ૨૫ વર્ષના સુદીર્ઘ કાળખંડ બાદ, જ્યારે હું અમારા ૧૨,૦૦૦ થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર, ન્યાયાધીશ, શિક્ષક, ઉદ્યોગસાહસિક અને સજ્જન નાગરિક તરીકે સમાજમાં ચમકતા જોઉં છું, ત્યારે હૃદય ગૌરવ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે.
આ ઐતિહાસિક રજત જયંતી પર્વે હું અમારા સમર્પિત આચાર્યશ્રી, શિક્ષકગણ, ટ્રસ્ટી સહયોગીઓ અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવો, સૌ સાથે મળીને આગામી સુવર્ણ કાળ તરફ ડગ માંડીએ.
શ્રી ભરતભાઈ પટેલ (રાદડિયા) પ્રમુખ & મેનેજિંગ ટ્રસ્ટી
history_edu
foundation
પ્રેરણાદાયી સ્થાપના ઇતિહાસ • સને ૨૦૦૧

શ્રી ભરતભાઈ પટેલે (રાદડિયા) શાળા શરૂ કરવા પાછળનો સંકલ્પ

સંસ્થા સ્થાપના સ્મૃતિ (૨૦૦૧ - ૨૦૨૬)
“સને ૨૦૦૧ માં જ્યારે વિસ્તારના ગ્રામીણ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, આધુનિક તેમજ મૂલ્યનિષ્ઠ સંસ્કારોથી સજ્જ શિક્ષણ મેળવવા માટે દૂર શહેરોમાં જવું પડતું હતું, ત્યારે શ્રી ભરતભાઈ પટેલે સંકલ્પ કર્યો કે આપણા જ આંગણે શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ, કમ્પ્યુટર લેબ અને સંસ્કારયુક્ત વાતાવરણ આપતી શાળા ઊભી કરવી.”
જ્ઞાનરૂપી બીજથી શિક્ષણના વિશાળ વટવૃક્ષ સુધી...

પૂજ્ય જે. એચ. રાદડિયા બહેનશ્રીના દૃઢ સંકલ્પ, આદર્શો અને પ્રેરણાથી વર્ષ ૨૦૦૧માં માત્ર થોડા વિદ્યાર્થીઓ સાથે વાવેલું જ્ઞાનરૂપી નાનકડું બીજ આજે ૨૫ વર્ષની અવિરત સફર પૂર્ણ કરીને વિશાળ વટવૃક્ષ બનીને ઊભું છે.

આ સફર માત્ર એક સંસ્થાની વિકાસગાથા નથી, પરંતુ સંસ્કાર, શિક્ષણ, સમર્પણ અને સેવાભાવના અવિરત સંકલ્પની ગૌરવગાથા છે. શરૂઆતના નાનકડા પ્રયાસથી લઈને આજ સુધીમાં સંસ્થાએ ૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના જીવનને શિક્ષણ અને સંસ્કારના પ્રકાશથી ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી રહ્યું; પરંતુ દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ, આત્મવિશ્વાસ, મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓના સપનાઓને પાંખો આપી તેમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં સંસ્થાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

આ ૨૫ વર્ષની યાત્રામાં સંસ્થાના માર્ગદર્શકો, શિક્ષકગણ, કર્મચારીઓ, વાલીઓ, શુભેચ્છકો અને અસંખ્ય હિતેચ્છુઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. દરેકના વિશ્વાસ, સહકાર અને સમર્પણથી આ જ્ઞાનવૃક્ષ સતત વિકસતું રહ્યું છે અને તેની છાયામાં અનેક પેઢીઓએ પોતાના ભવિષ્યનું નિર્માણ કર્યું છે.

આજે ૨૫ વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવપૂર્ણ અવસરે ભૂતકાળની સિદ્ધિઓને વંદન સાથે ભવિષ્યના નવા સંકલ્પો તરફ આગળ વધવાનો આ અવસર છે. સમય બદલાય, ટેક્નોલોજી બદલાય અને શિક્ષણના નવા આયામો ઉમેરાય, પરંતુ સંસ્થાના મૂળમાં રહેલા જ્ઞાન, સંસ્કાર, શિસ્ત અને માનવતાના મૂલ્યો અવિચળ રહે — એ જ અમારી સાચી ઓળખ છે.

નાનકડા બીજથી શરૂ થયેલી આ યાત્રા આજે હજારો વિદ્યાર્થીઓના સપનાઓનું વટવૃક્ષ બની છે. આવનારા વર્ષોમાં પણ આ વટવૃક્ષ વધુને વધુ વિસ્તરે, તેની છત્રછાયામાં અસંખ્ય વિદ્યાર્થીઓ પોતાના જીવનને સફળતા અને સંસ્કારોથી સુગંધિત કરે અને સમાજ તથા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે — એવી હાર્દિક અભ્યર્થના.

૨૫ વર્ષની આ ગૌરવગાથાને શત શત નમન...
અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધતી આ જ્ઞાનયાત્રાને હાર્દિક શુભકામનાઓ.
check_circle મૂલ્યનિષ્ઠ ભારતીય સંસ્કાર
check_circle આધુનિક સ્માર્ટ ટેક્નોલોજી શિક્ષણ
check_circle ગ્રામીણ-શહેરી વિદ્યાર્થી સમન્વય
સ્થાપક ટ્રસ્ટીનો દ્રઢ નિર્ધાર
૨૦૦૧
“પ્રત્યેક બાળકના હાથમાં પુસ્તક અને હૃદયમાં રાષ્ટ્રભાવના હોવી જોઈએ.”
— શ્રી ભરતભાઈ પટેલ (રાદડિયા)
celebration વર્ષ ૨૦૨૬ નો ઐતિહાસિક અવસર

શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલના ૨૫ વર્ષની ઉજવણી!

ગૌરવવંતા ભૂતકાળને વંદન • પ્રેરણાદાયી ભવિષ્યનું સ્વાગત

સત્તાવાર નિમંત્રણ પત્રિકા

રજત જયંતી સ્નેહ સંમેલન & પૂર્વ વિદ્યાર્થી સન્માન

વિશેષ સ્નેહ મિલન • ૨૦૨૬
event
તારીખ

તા. ૧૩ મી નવેમ્બર, ૨૦૨૬

શુક્રવાર
schedule
મુખ્ય સમારોહ સમય

સવારે ૮:૩૦ કલાકે

શુક્રવારે સવારે ૮:૩૦ કલાકેથી પ્રારંભ
location_on
સ્થળ

મુખ્ય સંકુલ મેદાન

શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ કેમ્પસ
call સંપર્ક / રજીસ્ટ્રેશન
આમંત્રણ સ્વીકારવાની અંતિમ તારીખ:11 નવેમ્બર તમામ પૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ભાવભર્યું નિમંત્રણ
શુભેચ્છા સંદેશ

રજત જયંતી પર્વ નિમિત્તે આપનો શુભેચ્છા સંદેશ

શાળાના ૨૫ વર્ષના યશસ્વી કાર્યકાળ નિમિત્તે આપનો સ્નેહ અને આશીર્વાદ અમારા માટે અત્યંત અમૂલ્ય છે. આપના મનની વાત અને શુભેચ્છાઓ અહીં લખો.

edit_square શુભેચ્છા નોંધાવો

"25 years of knowledge, values, memories, and countless dreams! 🎓❤️ Proud to be a part of our school's glorious journey. Happy Silver Jubilee! ✨"

Hiral trapasiya Raypar
stars

"Khub khub sras aayojan kriyu che"

Surbhi Kapadiya Charkha
stars

""Khub sars""

Goral jayanti bhai shiyani Charkha
stars

"હંમેશા માટે અમારી શાળા માં ક્યક નવું આયોજન થાય અને અમે ત્યાં અમારી શાળા ને નિહાળવા માટે ફરી વાર મોકો મળે આભાર"

સરવૈયા જાણવી વિનોદભાઈ Charkha
stars

"મને ખુબ આનંદ થાય છે કે 2003 થી start થયેલ 8th સ્કુલ ના જુના મિત્રો પાછા મળશે."

સેજલ કલ્યાણભાઈ શિયાણી પૂર્વ વિદ્યાર્થી ચરખા
stars

"Good"

Alpa bhikha bhai kumbhani
stars

"Khub srs"

Dhanani armi Student
stars

"મને ખૂબ જ આનંદ થાય છે કે સ્કૂલ ના મિત્રો બધા ફરી પાછા મળશે"

Benku kothival
stars

"“My school has played an important role in shaping my life. I feel proud to see its development. I wish the school continued progress and success. May it achieve new heights and milestones.“"

Vishva shiyani Ex-student
stars

"સમયના વહેણમાં ક્યાંક ખોવાઈ ગઈ હતી એ ક્ષણો, આજે ફરી બધા મિત્રોને મળવાનો ઉત્સવ આયો છે..."

Yogesh Mangroliya Charkha
stars

"મને ખૂબ આનંદ થાય છે કે સ્કૂલ ના મિત્રો ફરી પાછા મળશે"

Drashti kotadiya Untavad
stars

"મને ખૂબ આનંદ થાય છે કે સ્કૂલ ના બધા મિત્ર ફરી મળશે"

Drashti kotadiya Untavad
stars

"કેટલા વર્ષ થી મારું એક સપનું હતું સાથે ભણતા હતા તે એક વાર સ્કૂલે ભેગા થવી એ તે આ રજત જયંતિમાં મહોત્સવમાં પૂર્ણ થઈ રહ્યું"

khunt paras પૂર્વ વિધાર્થી ઉટંવડ
stars

"Silvar Jubilee celebration of School good work they are program management more best wishes for well done work"

Chavda kinjal kanabhai Teacher , raypar
stars

"Khub sars"

Pethani yogesh jayeshbhai Student
stars

"સારૂં આયોજન કરવામાં આવ્યું છે"

Shiyal devendra raydhanbhai પૂર્વ વિધાર્થી ચરખા
stars

"ખુબ જ સુંદર કાર્ય"

Rathod Limbabhai Aanandbhai પૂર્વ વિધાર્થી
stars

""અમારી શાળાના સુવર્ણ ૨૫ વર્ષ થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐 શાળાના એ દિવસો, ગુરુજનોનું માર્ગદર્શન અને મિત્રો સાથે વિતાવેલી દરેક ક્ષણ આજે પણ હૃદયમાં તાજી છે. આ શાળાએ માત્ર શિક્ષણ જ નથી આપ્યું, પરંતુ જીવન જીવવાની સાચી દિશા આપી છે. ૨૫ વર્ષની આ સુંદર સફરનો હિસ્સો બનવાનો મને ગર્વ છે. શાળા પરિવારના તમામ શિક્ષકો અને સંચાલકોનો હૃદયપૂર્વક આભાર! ❤️ ✨""

Paras kumbhani Student
stars

"Silver Jubilee is not merely a celebration of 25 years; it is a celebration of achievements, commitment, transformation and countless bright futures. May this institution continue to inspire generations."

Mangroliya Ami Ex- student, charkha
stars

"સૌ સાથે મળીને જૂની યાદો તાજી કરીએ.."

ભોજાભાઈ ગોવિંદભાઈ મુંધવા પૂર્વ વિધાર્થી ..
stars