જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ - ચરખા દ્વારા સંચાલિત

શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકુલ - ચરખા

(રજી.નં. : ઈ-૧૩૦૧ તા. ૪-૧૦-૨૦૦૧)

રજત જયંતિ સ્મરણિકા પુસ્તક વિમોચન

event તા. ૧૩ મી નવેમ્બર, ૨૦૨૬ ને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે
location_on શાળાના પટાંગણમાં, ચરખા

શ્રીમાન,

સવિનય જણાવતા આનંદ થાય છે કે અમરેલી જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ગામ ચરખા ખાતે જ્ઞાનદિપ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી જે. એચ. રાદડિયા શૈક્ષણિક સંકુલ-ચરખા માત્ર ગ્રામ્ય કક્ષાના શૈક્ષણિક કાર્યક્ષેત્રે વર્ષ અને ૨૦૦૧ થી કાર્યરત છે. જેમાં આજે બાબરા તાલુકાના ગામ - ચરખાની આસપાસના ૧૪ ગામના બાળકો કાર્યક્ષમ અને સફળ શિક્ષણ લઈ રહેલ છે.

આપણી શાળા શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત હોઈ, શાળાના ૨૫ વર્ષને સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે ભવ્ય ઉજવણી કરવા જઈ રહેલ છીએ. આવા માંગલિક પ્રસંગે શાળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અમારા માનવંતા દાતાશ્રીઓ ચરખા ગામ પરિવારના શ્રેષ્ઠીઓ અને સામાજીક ક્ષેત્રે કાર્યરત સામાજીક પ્રતિભાવો તથા સાથે સાથે છેલ્લા ૨૫ વર્ષના શાળાના શૈક્ષણિક કાર્યકાળ દરમ્યાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં સફળ શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે ગયેલ અને આજે વિવિધ ધંધા-વ્યવસાયમાં જોડાઈને સફળ જીવન શરૂ કરેલ. તેવા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તે સર્વેને આ પ્રસંગે તેમની સફળતા અને પ્રતિભા બિરદાવી તેમનું સન્માન કરવા જઈ રહેલ છે.

આપણી શાળાના "૨૫માં સિલ્વર જ્યુબિલિ વર્ષ"ની ઉજવણી નિમિત્તે શાળાની એક સ્મરણિકા પ્રસિધ્ધ કરવા જઈ રહેલ છીએ. જેમાં આપના ધંધા-વ્યવસાયની જાહેરાત તથા આપણી શાળાના શુભેચ્છકો દ્વારા આ પ્રસંગે શુભેચ્છા સંદેશ આપવા માગતા હોય તો તે પણ તેઓશ્રીના ફોટા સાથે છાપવામાં આવશે. (માત્ર અડધા તથા આખા પેજની જાહેરાતમાં શક્ય બનશે.) આ પ્રસંગે પ્રસિધ્ધ કરવામાં આવનાર સોવેનિયરની ૧૦૦૦ કોપી છાપવામાં આવશે. જે સમગ્ર રાજ્યમાં આ પ્રસંગે પધારેલ માનવંતા મહેમાનશ્રીઓ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાશ્રીઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ તથા સ્મરણિકામાં જાહેરાત તથા શુભ સંદેશ આપનાર શાળાના હિતેચ્છુઓને પહોંચાડવામાં આવશે.

શાળાના ૨૫ માં સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીની સ્મરણિકા (સોવેનીયર)માં છાપવામાં આવનાર જાહેરાતના દર નીચે મુજબ છે.

ક્રમ વિગત પેઈજ સાઈઝ (૭ ઈંચ X ૯ ઈંચ) ફોર કલર સીંગલ કલર
૧. બેક કવર પેઈજ (ટાઈટલ-૪) ફુલ પેઈજ (7" x 9") રૂા. ૫૧,૦૦૦/- -
૨. ઇનસાઇડ ફ્રન્ટ કવર પેઈજ (ટાઈટલ-૨) ફુલ પેઈજ (7" x 9") રૂા. ૨૫,૦૦૦/- -
૩. ઈનસાઈડ બેક કવર પેઈજ (ટાઈટલ-૩) ફુલ પેઈજ (7" x 9") રૂા. ૨૫,૦૦૦/- -
૪. આખુ પેઈજ ફુલ પેઈજ (7" x 9") રૂા. ૧૦,૦૦૦/- રૂા. ૫,૦૦૦/-
૫. અડધુ પેજ અડધુ પેઈજ (7" x 4.5") રૂ. ૫,૦૦૦/- રૂા. ૩,૦૦૦/-
૬. ક્વાર્ટર પેઈજન ૧/૪ પેઈજ (3.5" x 4.5") રૂા. ૩,૦૦૦/- રૂા. ૧,૫૦૦/-

નોંધ : સ્મરણિકામાં જાહેરાત તથા શૈક્ષણિક હેતુ માટે આપેલ દાનની રકમનો ચેક "જ્ઞાનદિપ એજયુકેશન ટ્રસ્ટ"ના નામનો ક્રોસ કરેલ ચેક લખીને આપવાનો રહેશે.

:: બેંકની વિગત ::

Bank Name State Bank of India - Amreli Branch
Account No. 56036003721
IFS Code SBIN0060036
Swift -

આમ આપણી શાળાના ૨૫ માં વર્ષની સિલ્વર જ્યુબિલિ વર્ષની ઉજવણી નિમિત્તે પ્રસિધ્ધ કરી રહેલ સ્મરણિકા (સોવેનિયર)માં શાળાના શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલ હિતેચ્છુઓ, શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ, ચરખા ગામ પરીવારના સદસ્ય, સમાજના શ્રેષ્ઠિઓ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના તથા તેમના સંપર્ક સૂત્ર સાથે સંકળાયેલ ધંધા-વ્યવસાયના વેપારીઓ વ્યવસાયીઓ સર્વે તેમની યથાશક્તિ ફાળો આપવા તેમની જાહેરાત તેમનો શુભ સંદેશો આપી આભારી કરશે તેવી અપેક્ષા છે.

આભાર સહ,
આપના ભવદીય,

શ્રી ભરતભાઈ હરજીભાઈ રાદડીયા

(પ્રમુખ)

જ્ઞાનદિપ એજયુકેશન ટ્રસ્ટ, ચરખા

શ્રી અશોકભાઈ એમ. રાખોલિયા

(ઉપપ્રમુખ)

શ્રી વલ્લભભાઈ ભાયાણી

(મંત્રીશ્રી)

સંમતિપત્ર અને સંપર્ક

જાહેરાત આપવા અંગેની સૂચનાઓ

શાળાના રજત જયંતિ સ્મરણિકામાં આપેલ જાહેરાતની વિગત તથા ડિઝાઇનન ની PDF ફાઈલ શાળાના ટ્રસ્ટી શ્રી મનોજભાઈ જી. શિયાણીને તેમના મોબાઈલ નંબર 97254 14878 ઉપર તથા તેમના E-mail patelbabra@mail.com ઉપર તા. ૨૫-૧૦-૨૦૨૬ સુધીમાં મોકલી તેના નાણા સંસ્થાના State Bank of India ની A/c No. : 56036003721, IFS Code : SBIN0060036 માં online અથવા સંસ્થાનો "જ્ઞાનદિપ એજયુકેશન ટ્રસ્ટ" ના નામનો ક્રોસ ચેક લખી આપવા અત્રે મારી સંમતિ આપું છું.

જાહેરાત આપનાર નું નામ :
મોબાઈલ નંબર :
સહી :

(આ ફોર્મની પ્રિન્ટ કાઢી ભરી શકાય છે અથવા સીધો સંપર્ક કરી માહિતી મોકલી શકાય છે.)